🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા જનહિતના પ્રશ્નોની રજૂઆત
Local

હિંમતનગર: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા જનહિતના પ્રશ્નોની રજૂઆત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Aug 2026, 06:16 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ માર્ગ, શિક્ષણ અને આરોગ્ય સહિતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ત્વરિત નિરાકરણ લાવવા ભાર મૂક્યો.

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના મતવિસ્તારના વિવિધ જનહિત અને વિકાસલક્ષી પ્રશ્નો અંગે અસરકારક રજૂઆત કરી હતી.

બેઠક દરમિયાન મોતીપુરા–ખેડ તસીયા રોડની કામગીરી, મેડી ટીંબા ખાતે સરકારી માધ્યમિક શાળા, હિંમતનગર–નાદરી–પેથાપુર–હાપા બસ સેવા, ₹300ના સ્ટેમ્પ સંબંધિત પ્રશ્નો અને જન્મ–મરણના જૂના દાખલાઓમાં સુધારા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇલોલ ખાતે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવા અને તાલુકા આયોજન સમિતિના કામોને સરળ બનાવવા અંગે ધારાસભ્યએ તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.

ધારાસભ્યએ માર્ગ-મકાન, શિક્ષણ, પરિવહન, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો, જેથી સ્થાનિક જનતાને વધુ સારી સુવિધાઓ મળી શકે. આ બેઠકમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App