🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીના બાયડમાં મામલતદાર કચેરી સ્થળાંતરના વિરોધમાં શુક્રવારે બાયડ બંધનું એલાન
स्थानीय

અરવલ્લીના બાયડમાં મામલતદાર કચેરી સ્થળાંતરના વિરોધમાં શુક્રવારે બાયડ બંધનું એલાન

✍️ रिपोर्टर: Bhadreshkumar Solanki 🗓 20 अग. 2026, 07:44 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાયડ મામલતદાર કચેરીને વાત્રક ખાતે ખસેડવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા ૨૧ ઓગસ્ટ, શુક્રવારના રોજ બાયડ બંધનું આહવાન કરવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલી મામલતદાર કચેરીને વાત્રક ખાતે ખસેડવાની વહીવટી તંત્રની દરખાસ્ત સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક વેપારીઓ અને નાગરિકો દ્વારા આગામી ૨૧ ઓગસ્ટ, શુક્રવારના રોજ બાયડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કચેરીના સ્થળાંતરથી સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે શુક્રવારે બાયડ શહેરના તમામ વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય સામે લોકોમાં નારાજગી છે અને આ મામલે યોગ્ય નિર્ણય લેવાની માંગ ઉઠી છે. બંધના એલાનને પગલે બાયડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તકેદારી રાખવામાં આવે તેવી શક્યતા છે.
📲Get App