🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં વધુ એક શંકાસ્પદ મોત
Local

ભાવનગરમાં વધુ એક શંકાસ્પદ મોત

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 12:12 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ વચ્ચે વધુ એક વ્યક્તિનું મોત થતાં ચકચાર મચી છે. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાંથી હિતેશ પરમાર નામના વ્યક્તિની લાશ મળી આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, હિતેશ પરમારે પોતાના ઘરે ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ઘરેથી રોયલ સ્ટેગની ડુપ્લીકેટ દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતક હિતેશ પરમાર સોનગઢની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ પરમારનું મોત ડુપ્લીકેટ દારૂના સેવનથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
📲Get App