🔥 TRENDING Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં આયુષ્માન ભારત યોજના: ૪૫ હજારથી વધુ લોકોને મળી વિનામૂલ્યે સારવાર
Health

જૂનાગઢમાં આયુષ્માન ભારત યોજના: ૪૫ હજારથી વધુ લોકોને મળી વિનામૂલ્યે સારવાર

✍️ Reporter: Samir Bhalodiya 🗓 20 Aug 2026, 07:34 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હજારો જરૂરિયાતમંદ પરિવારોને લાખો રૂપિયાની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે.

એક સમયે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ગંભીર બીમારી સમયે સારવારનો ખર્ચ મોટો આર્થિક બોજ બની જતો હતો, પરંતુ આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ પરિવારો માટે મોટું આરોગ્ય કવચ બની છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૪૫,૩૩૧ લોકોને વિવિધ બીમારીઓની સારવાર માટે આ યોજના હેઠળ લાભ મળ્યો છે. સરકાર દ્વારા એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર માટે રૂ. ૮૯ લાખ ૭૦ હજારની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં જૂન-૨૦૨૬ સુધીમાં NFSA રાશનકાર્ડ ધરાવતા ૭.૮૭ લાખથી વધુ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાના કારણે જરૂરિયાતમંદ પરિવારોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે, જેનાથી સારવાર પાછળ થતા મોટા ખર્ચનો આર્થિક બોજ અનેક પરિવારો પરથી દૂર થયો છે.

આ ઉપરાંત, ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વિના આયુષ્માન ભારત–આયુષ્માન વય વંદના યોજના હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે, જેનો લાભ અત્યાર સુધીમાં જિલ્લાના ૪૮,૪૫૭ વરિષ્ઠ નાગરિકો લઈ ચૂક્યા છે. આ સાથે જ આશા બહેનો, આંગણવાડી વર્કરો તેમજ રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ યોજના હેઠળ આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
📲Get App