🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરપુરમાં રખડતા પશુઓનો જાહેર માર્ગો પર આતંક, અકસ્માત બાદ પણ તંત્ર નિષ્ક્રિય!
Local

વિરપુરમાં રખડતા પશુઓનો જાહેર માર્ગો પર આતંક, અકસ્માત બાદ પણ તંત્ર નિષ્ક્રિય!

✍️ Reporter: SAGAR PATEL 🗓 20 Aug 2026, 12:50 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરપુર: વિરપુર શહેરમાં રખડતા પશુઓ અને આખલાઓનો જાહેર માર્ગો પર વધતો આતંક સ્થાનિકો અને વાહનચાલકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ધોળા દિવસે પણ રસ્તાઓ પર રખડતા પશુઓના ટોળાં જોવા મળત

વિરપુરમાં રખડતા પશુઓનો જાહેર માર્ગો પર આતંક, અકસ્માત બાદ પણ તંત્ર નિષ્ક્રિય!

વિરપુર: વિરપુર શહેરમાં રખડતા પશુઓ અને આખલાઓનો જાહેર માર્ગો પર વધતો આતંક સ્થાનિકો અને વાહનચાલકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ધોળા દિવસે પણ રસ્તાઓ પર રખડતા પશુઓના ટોળાં જોવા મળતા હોવાના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

ગત રાત્રે પણ વિરપુરમાં રખડતા પશુના કારણે અલ્ટો કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પશુનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આવી ઘટનાઓ રસ્તા પર રખડતા પશુઓના ગંભીર જોખમને ઉજાગર કરે છે.

સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે વારંવાર અકસ્માતો અને જોખમી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? જાહેર માર્ગો પર આખલાઓ અને પશુઓનો અડિંગો વાહનચાલકો માટે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.

સ્થાનિકો દ્વારા તંત્રને રખડતા પશુઓને તાત્કાલિક પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ જાહેર માર્ગો પર આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક અને કાયમી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળતી હોવાના આક્ષેપો વચ્ચે હવે જવાબદાર તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.
📲Get App