🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વન્યજીવોની પજવણી, ગેરકાયદે પ્રવેશ અને લાકડાની હેરફેર સામે વન વિભાગની કડક કાર્યવાહી: છેલ્લા ૦૪ માસમાં ૭૫ ગુના નોંધી કુલ રૂ.૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો

વન્યજીવોની પજવણી, ગેરકાયદે પ્રવેશ અને લાકડાની હેરફેર સામે વન વિભાગની કડક કાર્યવાહી: છેલ્લા ૦૪ માસમાં ૭૫ ગુના નોંધી કુલ રૂ.૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 19 Aug 2026, 07:47 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વન્યજીવોની પજવણી, ગેરકાયદે પ્રવેશ અને લાકડાની હેરફેર સામે વન વિભાગની કડક કાર્યવાહી: છેલ્લા ૦૪ માસમાં ૭૫ ગુના નોંધી કુલ રૂ.૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો

વન્યજીવ સંરક્ષણ ધારાનો ભંગ કરનારાઓ અસામાજિક તત્વો સામે વન વિભાગની લાલ આંખ


એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વન સંપત્તિના જતન માટે કટિબદ્ધ વન વિભાગ દ્વારા અસામાજિક તત્વો અને વન્યજીવ સંરક્ષણ ધારાનો ભંગ કરનારાઓ સામે કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની સૂચનાથી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા છેલ્લા ૦૪ માસ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ૭૫ ગુના નોંધી કુલ રૂ.૧૩.૩૦ લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

આ ઉપરાંત, વન વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં અનધિકૃત રીતે પ્રવેશ કરનારાઓ સામે ૩૮ ગુનાઓ નોંધી નિયમ અનુસાર કાર્યવાહી કરી અંદાજે રૂ.૭,૭૬,૪૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં વન્ય પ્રાણીઓના શિકારને લગતા ૦૮ ગુનાઓ નોંધાયા છે. જે પૈકી ૦૪ કેસમાં અદાલતી કાર્યવાહી હાલ ચાલુ છે. જ્યારે અન્ય ૦૪ કેસમાં દંડાત્મક કાર્યવાહી કરીને રૂ. ૨,૨૦,૦૦૦નો દંડ વસૂલ કરાયો છે.

વન વિભાગની માન્ય પરવાનગી કે ટ્રાન્ઝિટ પાસ વગર લાકડાની હેરફેર કરતા ગુનેગારો સામે ૧૬ ગુનાઓ નોંધી રૂ. ૩,૦૩,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અભયારણ્ય વિસ્તારની પર્યાવરણીય શુદ્ધતા જાળવવા પ્લાસ્ટિક કચરો ફેંકવા તેમજ અનામત વીડીમાં ગેરકાયદેસર પશુ ચરાવવા બદલ ૧૭ ગુનાઓ નોંધી રૂ. ૩૨,૫૦૦નો દંડ વસૂલાયો છે.

ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સિંહ કે અન્ય કોઈપણ વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસણખોરી કે વનસંપત્તિની ગેરકાયદે હેરફેર જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને તેમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જો આપની આસપાસ કોઈપણ વ્યક્તિ વન્ય પ્રાણીની પજવણી, ગેરકાયદે શિકાર, પ્રતિબંધિત વન વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કે લાકડાની ચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતી જણાય, તો તેની તાત્કાલિક જાણ નજીકની વન વિભાગની કચેરી અથવા સ્ટાફને કરવાની રહેશે.

સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર લાયન શો/દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કે શિકાર સંબંધિત કોઈ રીલ, ફોટો કે વીડિયો જોવા મળે તો તેની વિગતો પણ તાત્કાલિક પહોંચાડવા નાયબ‌ વન સંરક્ષકની કચેરી, ગીર- પૂર્વ, અમરેલી દ્વારા જણાવવામાં આવ્યું છે.
📲Get App