🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં ખોરાક અને ડ્રગ્સ વિભાગના સહાયક કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને એસીબીની છટકામાં રૂ. ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) ની લાંચ માટે પકડાયા
Crime

ભરૂચમાં ખોરાક અને ડ્રગ્સ વિભાગના સહાયક કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને એસીબીની છટકામાં રૂ. ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) ની લાંચ માટે પકડાયા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 18 Aug 2026, 11:03 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી‑કારપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલ ટ્રેપમાં ભરૂચ કચેરીમાં સહાયક કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર રૂ. ૪૦,૦૦૦(ચાલીસ હજાર)ની લાંચ સ્વીકારતા પકડાયા.

ભરૂચ, ગુજરાત – ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) ના સહાયક કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને એન્ટી‑કારપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલ ટ્રેપમાં રૂ. ૪૦,૦૦૦(ચાલીસ હજાર)ની લાંચ સ્વીકારતા પકડવામાં આવ્યા.

એક જાગૃત નાગરિકે દવાના નવા હોલસેલ વેચાણ માટેનું લાઇસન્સ મેળવવા અરજી કરી હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, વર્ગ‑૨ ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈએ અરજદારને ‘સાહેબને આપવા પડશે’ એમ કહી રૂ. ૫૦,૦૦૦(પચાસ હજાર)ની લાંચની માંગ કરી.

લાંચ આપવાની ઇચ્છા ન રાખતા અરજદાર નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદને આધારે 18 ઓગસ્ટ 2026 ના રોજ સહાયક કમિશ્નરની કચેરીના ચેમ્બરમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું.

છટકામાં, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈ અને વર્ગ‑૧ ના સહાયક કમિશ્નર પ્રકાશભાઇ નાનકરામ પોસનાનીએ ફરિયાદી પાસેથી રૂ. ૪૦,૦૦૦ (ચાલીસ હજાર)ની રકમ સ્વીકારી. ટ્રેપિંગ અધિકારી શ્રી ડી.ડી. વસાવા, સુપરવિઝન અધિકારી શ્રી બી.એમ. પટેલ અને ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવ દેસાઈ, IPS એ ટીમને માર્ગદર્શન આપ્યું.

ACBની ટીમે સંપૂર્ણ રકમ પુનઃપ્રાપ્ત કરી અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App