🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઢસામાં વંદે ભારત એક્સપ્રેસનું ભવ્ય સ્વાગત, નિમુબેન બાંભણિયાએ આપી લીલી ઝંડી
National

ઢસામાં વંદે ભારત એક્સપ્રેસનું ભવ્ય સ્વાગત, નિમુબેન બાંભણિયાએ આપી લીલી ઝંડી

✍️ Reporter: Makvana Jaydip 🗓 18 Aug 2026, 12:02 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઢસા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસનું ભવ્ય સ્વાગત

ઢસા: વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો ઢસા રેલવે સ્ટેશન ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોટાદના લોકસભા સાંસદ શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કરી લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે રેલવે અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ નિમુબેન બાંભણિયાએ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતા યાત્રિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રેલવે ક્ષેત્રમાં આધુનિકીકરણ અને ઝડપી કનેક્ટિવિટી તરફ સતત કામગીરી થઈ રહી છે. વંદે ભારત એક્સપ્રેસની સુવિધા હવે બોટાદ-ભાવનગર લોકસભા વિસ્તારના મુસાફરોને પણ વધુ ઝડપી અને આધુનિક રેલ મુસાફરીનો લાભ આપશે.

ઢસા, બોટાદ અને ધોળા સહિતના રેલવે સ્ટેશનો પરથી વંદે ભારત એક્સપ્રેસની સુવિધા મળવાથી આસપાસના વિસ્તારોના મુસાફરો માટે મુસાફરી વધુ સુવિધાજનક બનશે. આ નવી રેલ સુવિધાથી વેપાર, રોજગાર અને પ્રવાસન ક્ષેત્રે પણ કનેક્ટિવિટી વધવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App