🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં 'વંદે માતરમ્' ગાન મુદ્દે કોંગ્રેસના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ
Politics

અમદાવાદમાં 'વંદે માતરમ્' ગાન મુદ્દે કોંગ્રેસના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 18 Aug 2026, 02:24 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે 'વંદે માતરમ્'ના ગાન અંગે થયેલી ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ.

તાજેતરમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે મલ્લિકાર્જુન ખડગે તથા સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં 'વંદે માતરમ્'ના સંપૂર્ણ ગાનને લઈને થયેલી ઘટનાના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા, કર્ણાવતી મહાનગર દ્વારા પાલડી ચાર રસ્તા ખાતે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેન્ડલ માર્ચ દ્વારા યુવા મોરચાના કાર્યકર્તાઓએ આ ઘટના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા મિત્રો જોડાયા હતા અને તેમણે 'વંદે માતરમ્'ના અપમાન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
📲Get App