🔥 ट्रेंडिंग अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै... परवेश वर्मा पर थप्पड़ के मामले में शिक... मंदार हिल में तीन गिरफ्तार, दो किशोर ह...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં નાણાકીય અનિયમિતતાના આક્ષેપોથી ખળભળાટ: ચૂંટણી પૂર્વે કરોડોના હિસાબ મુદ્દે વિવાદ
स्थानीय

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં નાણાકીય અનિયમિતતાના આક્ષેપોથી ખળભળાટ: ચૂંટણી પૂર્વે કરોડોના હિસાબ મુદ્દે વિવાદ

✍️ रिपोर्टर: Chauhan sanjaybhai 🗓 18 अग. 2026, 10:38 AM 👁 52
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની આગામી ચૂંટણી પૂર્વે આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. સ્થાનિક સાડી ઉત્પાદક કલ્પેશ રાંક દ્વારા પત્રકાર પરિષદ યોજીને એસોસિએશનના વર્તમાન વહીવટ સામે નાણાકીય પારદર્શિતા અને મિલકત વ્યવસ્થાપન અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એસોસિએશન તરફથી લેખિત વિગતો જાહેર ન કરવામાં આવે તો કાયદાકીય પગલાં લેવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.
જેતપુર ટેક્સટાઇલ ઉદ્યોગના મુખ્ય સંગઠન એવા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં વિવિધ ફંડ અને આવક-જાવકના હિસાબો મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે. કારખાનેદાર દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, અગાઉની આશરે ₹55 કરોડની ફિક્સ ડિપોઝિટ, નવા પ્રોસેસ હાઉસની મંજૂરી ફી પેટે એકત્રિત થયેલા આશરે ₹25 કરોડ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાકી કેમિકલ બિલના નામે ઉઘરાવાયેલા ફંડ સહિત ₹100 કરોડથી વધુના ભંડોળનો હિસાબ સામાન્ય સભ્યો સમક્ષ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી.
નાણાકીય આક્ષેપો ઉપરાંત એસોસિએશન હસ્તકની જમીન બાબતે પણ વિવાદ સામે આવ્યો છે. આક્ષેપ અનુસાર, વૃક્ષારોપણ હેતુ માટે ખરીદાયેલી જમીન પૈકી કેટલીક જમીન વ્યક્તિગત હોદ્દેદારોના નામે નોંધાયેલી છે અને કેટલોક હિસ્સો વેચવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અગાઉ લેખિતમાં માંગણી કરવામાં આવી હોવા છતાં એસોસિએશન દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આગામી 19 તારીખે મળનારી સામાન્ય સભામાં જો એસોસિએશન દ્વારા હિસાબો લેખિત સ્વરૂપે જાહેર કરવામાં નહીં આવે, તો અમે કોર્ટમાં પિટિશન દાખલ કરવા તેમજ સીબીઆઈ જેવી એજન્સીઓ દ્વારા તટસ્થ તપાસની માંગ કરવા તરફ આગળ વધીશું."
સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારખાનેદારોના હિત સાથે જોડાયેલા આ મુદ્દે આગામી દિવસોમાં મળનારી જનરલ મીટિંગ નિર્ણાયક સાબિત થશે. હવે એ જોવું રહ્યું કે એસોસિએશનના હોદ્દેદારો આ આક્ષેપો સામે શું વલણ અપનાવે છે અને ચૂંટણી પર તેની કેવી અસર પડે છે.
📲Get App