🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વળતો પ્રહાર /વડાપ્રધાન મોદીનું શાબ્દિક બાણ "દિમાગી નકસલ "

વળતો પ્રહાર /વડાપ્રધાન મોદીનું શાબ્દિક બાણ "દિમાગી નકસલ "

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Aug 2026, 09:14 AM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વળતો પ્રહાર /વડાપ્રધાન મોદીનું શાબ્દિક બાણ "દિમાગી નકસલ "​

રાજનીતિ ખૂબ જ જટિલતા ભરેલું કાર્ય છે. અહીં ક્યારેક માત્ર એક જ શબ્દ આખી "બાજી" ફેરવી નાખે છે, તો ક્યારેક કોઈ નાની લાગતી ઘટના ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.
​આ જટિલતાની રમતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા ખેલાડી સાબિત થાય છે, જેઓ સમયાંતરે એવા-એવા શબ્દોનો પ્રયોગ કરે છે કે વિરોધીઓ તેમનાં જ આટાપાટામાં અટવાઈ જાય છે અને તેની સતત ચર્ચા કરીને વડાપ્રધાન મોદીની સિદ્ધહસ્ત કળા "નરેટિવ બિલ્ડઅપ" કરવામાં અજાણતાં પોતાનું યોગદાન આપી દે છે.
​અર્બન નક્સલ,આંદોલન જીવી જેવા શબ્દો બાદ હવે વડાપ્રધાન મોદીએ "દિમાગી નક્સલ" નામના શબ્દનો પ્રયોગ કર્યો છે. વિરોધીઓ તેનો એટલો બધો વિરોધ કરી રહ્યા છે કે સ્વતઃ આ શબ્દ વિરોધીઓ ની ઓળખ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે અને વડાપ્રધાન મોદીના ઉદ્દેશ્યને સફળ બનાવી રહ્યો છે.
​બીજી તરફ જાહેર જીવન માં રહેલા વ્યક્તિઓ નું વર્તન પણ કેટલું અગત્યનું હોય છે તે બાબત તરફ નજર કરીએ તો, જ્યારે 15 ઓગસ્ટે "કોંગ્રેસ કાર્યાલય" ખાતે વંદેમાતરમ નાં ગાન સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું વર્તન આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. જ્યારે ભાજપના નેતાઓ એ આ તક નો ઉપયોગ કરીને કોંગ્રેસે "વંદે માતરમ"નું અપમાન કર્યું છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ ને "વંદેમાતરમ "વિરોધી ચીતરી છે ત્યારે હવે કોંગ્રેસ ડૅમેજ કન્ટ્રોલ કરવા માટે મથામણ કરી રહી છે.
​આમ, રાજનીતિમાં વળતો પ્રહાર થવાની હંમેશા શક્યતાઓ હોય છે ત્યારે વાણી અને વર્તન માં સંયમ નાં રાખનારા લોકો હંમેશા આફત નોતરે છે તે પણ આ ઘટનાં પરથી સાબિત થાય છે.
📲Get App