🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ચોર ખાનામાંથી રૂ. ૨.૬૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો!
Crime

ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ચોર ખાનામાંથી રૂ. ૨.૬૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો!

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 13 Jul 2026, 12:58 AM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) એક મોટી સફળતા મેળવીને ટ્રેક્ટરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ચોર ખાનામાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી એક સ્વરાજ ટ્રેક્ટર મળી આવ્યું હતું. આ ટ્રેક્ટરની ટ્રોલીના ચેસીસના ભાગે એક ગુપ્ત ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે આ ચોર ખાનું ખોલીને તપાસ કરી, ત્યારે તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૭૦૮ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ૨ લાખ ૬૫ હજાર ૮૦૦ રૂપિયા થાય છે.
પોલીસે આ રેડ દરમિયાન સ્થળ પરથી ત્રણ આરોપીઓ - બાબુલાલ સોલંકી (રહે. રાજસ્થાન), રાજભાઈ ગોહેલ (રહે. જેતપુર) અને સાગરભાઈ પરમાર (રહે. જેતપુર)ની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ પૈકી સાગર પરમાર અને દારૂ મંગાવનાર હરેશ મકવાણાનો મોટો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.
કુલ ૮ લાખ ૭૫ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો આ જથ્થો મોકલનાર પદમારામ ઉર્ફે ગોપાલ (રહે. રાજસ્થાન) અને મંગાવનાર હરેશ મકવાણા (રહે. જેતપુર) હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App