🔥 TRENDING Amrit Bharat Station Scheme: 75 Statio... Bengaluru Police Nab Kingpin of Inters... Ludhiana Aunt Arrested After 4-Month-O... Chor નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિય... Pope Calls on French Religious Leaders...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકાના પ્રવાસનો આરંભ, ગુજરાતી સમુદાય સાથે સંવાદ
Local

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકાના પ્રવાસનો આરંભ, ગુજરાતી સમુદાય સાથે સંવાદ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Aug 2026, 09:44 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે અમેરિકાના પ્રવાસની શરૂઆત કરી, જ્યાં તેમણે સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથે બેઠક કરી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે અમેરિકાના પ્રવાસની શરૂઆત કરી છે. તેમના પ્રવાસનો પ્રારંભ સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક અને સંવાદથી થયો, જેમાં તેમણે રાજ્યના સર્વાંગી વિકાસની ગતિ અને પ્રગતિ વિશે ચર્ચા કરી.

આ બેઠકમાં ગુજરાતી સમુદાયના લોકોએ મુખ્યમંત્રીને પ્રશ્નોત્તરી કરીને રાજ્યના વિકાસની વિગતો જાણવા માટે ઉત્સુકતા દર્શાવી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સેમિકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં ગુજરાત ગ્લોબલ હબ બનીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી સમુદાય સાથે ભાવનાત્મક અનુસંધાન સાધતા જણાવ્યું કે, વતન રાજ્યથી હજારો કિમી દૂર વસતાં હોવા છતાં, સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી પરિવારોએ ગુજરાતી ભાષા, તહેવારો, ઉત્સવ અને મૂલ્યો જીવંત રાખ્યા છે, જે સૌ ગુજરાતીઓનું ગૌરવ છે.
📲Get App