🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂ. ૪૮૨ કરોડના પ્રકલ્પોની ભેટ
Local

ભરૂચમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂ. ૪૮૨ કરોડના પ્રકલ્પોની ભેટ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Aug 2026, 09:32 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને રોજગારી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂ. ૪૮૨ કરોડના વિવિધ પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી, ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી અંકલેશ્વર GIDC ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લાને રૂ. ૪૮૨ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા, સન્માન અને આર્થિક સ્વાવલંબન માટે ભરૂચ પોલીસની પ્રશંસનીય પહેલ "પ્રોજેક્ટ અસ્મિતા" અંતર્ગત ભરૂચ જિલ્લાની ૧૩ કંપનીઓના સહયોગથી ૫૨૬ જેટલી દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂકપત્રો નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ભરૂચ પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે."

આ ઉપરાંત, "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ રિકવર કરાયેલ તમામ મુદ્દામાલ મૂળ માલિકને ચેક સ્વરૂપે પરત સોંપાયો છે.
📲Get App