🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચિતલ ખાતે નવા નીરના વધામણા કરાયાં


રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોએ ફૂલ અને શ્રીફળ પધરાવી નવા નીરને વધાવ્યા

ચિતલ ખાતે નવા નીરના વધામણા કરાયાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોએ ફૂલ અને શ્રીફળ પધરાવી નવા નીરને વધાવ્યા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 17 अग. 2026, 07:56 PM 👁 41
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચિતલ ખાતે નવા નીરના વધામણા કરાયાં


રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોએ ફૂલ અને શ્રીફળ પધરાવી નવા નીરને વધાવ્યા




અમરેલી, તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬
ચિતલ ખાતે નવા નીરના આગમન નિમિત્તે પરંપરાગત રીતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાવરકુંડલા–લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા તથા લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવોએ ચિતલ ખાતે ફૂલ અને શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા. નવા નીરના વધામણા પ્રસંગે મહાનુભાવો દ્વારા પરંપરાગત રીત-રિવાજ મુજબ નવા નીરને વધાવી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

ચિતલ ખાતે નવા નીરના આગમનથી સ્થાનિક નાગરિકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળા દરમિયાન અમરેલી જિલ્લામાં ૧૧૫ ગામોમાં રાજ્ય સરકારના માધ્યમથી પ્રતિગામ ૬૦૦ કલાક હિટાચી મશીનથી તળાવો ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી.

ચોમાસા દરમિયાન આ તળાવોમાં નવા નીર આવતા તળાવો નવપલ્લિત થયા છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App