🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં શાળાકીય રમતોત્સવ-૨૦૨૬ અંતર્ગત ફૂટબોલ અને શૂટિંગ સ્પર્ધાનું આયોજન
Local

જૂનાગઢમાં શાળાકીય રમતોત્સવ-૨૦૨૬ અંતર્ગત ફૂટબોલ અને શૂટિંગ સ્પર્ધાનું આયોજન

✍️ Reporter: Samir Bhalodiya 🗓 17 Aug 2026, 07:30 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ ગ્રામ્ય જિલ્લામાં ૧૬ અને ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શાળાકીય રમતોત્સવ-૨૦૨૬ અંતર્ગત ફૂટબોલ અને શૂટિંગની જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી.

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શાળાકીય રમતોત્સવ-૨૦૨૬ (SGFI) અંતર્ગત વિવિધ રમતોની જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષાની ફૂટબોલ તથા શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ઉમટવાડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે ૧૫૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના ખેલાડીઓએ મેદાન પર ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી ખેલદિલી, શિસ્ત અને સ્પર્ધાત્મક ભાવનાનો પરિચય કરાવ્યો હતો.

શૂટિંગની જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ એકાગ્રતા, આત્મવિશ્વાસ અને અચૂક નિશાનબાજીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. શૂટિંગ જેવી રમત વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, ધૈર્ય અને માનસિક સંતુલન વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શાળાકીય રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ કેળવવા ઉપરાંત તેમની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જિલ્લાકક્ષાની આ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમ સ્પિરિટ, શિસ્ત, નેતૃત્વ અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે.

જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગામી કક્ષાની સ્પર્ધાઓમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર આયોજનથી શાળાકીય સ્તરે રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન અને યોગ્ય તક મળી રહી છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા સંબંધિત રમતના કોચ, નિર્ણયક, શિક્ષકો તથા રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી મનીષકુમાર જીલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
📲Get App