🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ, શિક્ષકોનું સન્માન
Education

તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ, શિક્ષકોનું સન્માન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 17 Aug 2026, 02:31 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા આયોજિત સાધારણ સભામાં મંડળીના વહીવટ અને સભાસદોના હિત અંગે ચર્ચા કરાઈ હતી, તેમજ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું હતું.

તિલકવાડા: તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા આજરોજ ઉત્સાહભેર અને આત્મીય વાતાવરણમાં યોજાઈ હતી. આ સભામાં મંડળીના વહીવટ અને સભાસદોના હિતને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સભા દરમિયાન ઓડિટ મેમોનું વાંચન, ફરજિયાત તથા મરજિયાત બચત અંગેની સમીક્ષા, પ્રમુખશ્રી અને મંત્રીશ્રીના માનદવેતન અંગે ચર્ચા, તેમજ મંડળીના ચાલુ વર્ષના વહીવટને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને સભાસદોના હિતલક્ષી બનાવવા માટે નીતિગત સુધારા અંગે વિચારણા કરી જરૂરી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આંતરિક ઓડિટરની નિમણૂક અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર નિવૃત્ત થયેલા શિક્ષક ભાઈ-બહેનો તથા જિલ્લા ફેરબદલી થઈ અન્ય જિલ્લામાં ગયેલા શિક્ષક ભાઈ-બહેનોનો સાલ ઓઢાડી સન્માન સમારોહ યોજાયો હતો. તેમના સેવાકાર્ય અને શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી મંડળી દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા તથા જિલ્લા કક્ષાના હોદ્દેદારોનું પણ મંડળી દ્વારા સન્માન કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો અને મંડળી તથા શિક્ષક સમાજ વચ્ચેના સહકાર અને એકતાની ભાવના વધુ મજબૂત બની હતી.

સન્માનિત શિક્ષક ભાઈ-બહેનોએ પોતાના સેવાકાળના સંસ્મરણો વ્યક્ત કરી મંડળી સાથેના આત્મીય સંબંધોને યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. મંડળી દ્વારા ઉપસ્થિત સભાસદો માટે સુંદર અને સુવ્યવસ્થિત ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે કાર્યક્રમમાં વધુ આત્મીયતા અને આનંદનો માહોલ સર્જ્યો હતો.

આમ, ચર્ચા-વિચારણા, નીતિગત નિર્ણયો, શિક્ષકો તથા હોદ્દેદારોનું સન્માન અને સભાસદો માટેની ઉત્તમ વ્યવસ્થાને કારણે આ સાધારણ સભા ગૌરવપૂર્ણ અને યાદગાર બની રહી હતી.
📲Get App