🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનાગઢમાં નકલી અને કેમિકલયુક્ત દૂધ બનાવતો શખ્સ ઝડપાયો

જુનાગઢમાં નકલી અને કેમિકલયુક્ત દૂધ બનાવતો શખ્સ ઝડપાયો

✍️ Reporter: Sudip Gadhiya 🗓 17 Aug 2026, 01:16 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખડીયા ગામમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો ભેદ ઉકેલાયો, એક શખ્સને પોલીસે ઝડપી લીધો.

જુનાગઢના ખડીયા ગામમાં નકલી અને કેમિકલયુક્ત દૂધ બનાવવાનું એક મોટા પ્રમાણનું રેકેટ પકડાયું છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા એક અસામાજિક તત્વને પોલીસે ઝડપી પાડ્યો છે. ખડીયા ગામના હનુમાનપરા વિસ્તારમાં તાલુકા પોલીસે સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો, જેમાં જયદીપ હરસુખભાઈ ભેડા નામનો ઇસમ નકલી દૂધ બનાવતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.

પોલીસે દરોડા દરમિયાન આશરે 60 લિટર કેમિકલયુક્ત નકલી દૂધ, પામોલીન તેલના 3 આખા ડબ્બા અને દૂધ બનાવવાનો સ્પેશિયલ મિલ્ક પાવડર ઝબ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ દૂધ માનવ શરીર અને આરોગ્ય માટે અત્યંત હાનિકારક અને નુકસાનકારક હતું.

પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમતા આ આરોપી સામે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નકલી દૂધ ક્યાં-ક્યાં સપ્લાય થતું હતું અને આ ખેલમાં બીજા કોણ કોણ સામેલ છે, તે અંગે જુનાગઢ તાલુકા પોલીસે અત્યારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
📲Get App