🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢથી ગાઠીલા શ્રી ઉમિયા માતાજીની ૨૬મી પાવન પદયાત્રાનો પ્રારંભ
Religion

જૂનાગઢથી ગાઠીલા શ્રી ઉમિયા માતાજીની ૨૬મી પાવન પદયાત્રાનો પ્રારંભ

✍️ Reporter: Samir Bhalodiya 🗓 16 Aug 2026, 11:02 AM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢથી ગાઠીલા શ્રી ઉમિયા માતાજીની ૨૬મી પાવન પદયાત્રા ભક્તિમય માહોલમાં શરૂ થઈ છે.

જૂનાગઢથી ગાઠીલા શ્રી ઉમિયા માતાજીના ધામ તરફ નીકળેલી ૨૬મી પાવન પદયાત્રાનો ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો.

પદયાત્રાના પ્રસ્થાન સમયે વિધિવત્ આરતી કરી માઁ ઉમિયાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ રથ સાથે પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જ્ઞાતિના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ‘જય ઉમિયા મા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

શ્રદ્ધા, ભક્તિ અને એકતાના ભાવ સાથે પદયાત્રીઓ ગાઠીલા ખાતે શ્રી ઉમિયા માતાજીના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું. પદયાત્રા દરમિયાન સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માઁ ઉમિયાના આશીર્વાદની પ્રાર્થના કરવામાં આવી હતી.
📲Get App