🔥 TRENDING సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ... ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైత... @Breaking news - ग्वालियर: आबकारी विभा... બેંક કર્મચારીઓની હડતાળ હાલ પૂરતી સ્થગિ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રાવણ માસની શરૂઆત થતાં જ શિવભક્તોમાં ભક્તિનો માહોલ
National

શ્રાવણ માસની શરૂઆત થતાં જ શિવભક્તોમાં ભક્તિનો માહોલ

✍️ Reporter: Jignesh chavda 🗓 15 Aug 2026, 05:17 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રાવણ માસની શરૂઆત થતાં જ શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. 13 ઓગસ્ટથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો દર્શન, પૂજા અને જળાભિષેક માટે ઉમટી રહ્યા છે. મંદિરોમાં ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે.
ભક્તો શિવલિંગ પર જળાભિષેક તેમજ દૂધનો અભિષેક કરી બિલીપત્ર અર્પણ કરી ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને સોમવારના દિવસે મંદિરોમાં વધુ ભીડ રહેવાની શક્યતા છે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવે છે.
શ્રાવણ માસને લઈને શિવ મંદિરોમાં પણ ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
📲Get App