🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાષ્ટ્રીય
Education

રાષ્ટ્રીય

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 15 Aug 2026, 04:14 PM 👁 75
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય

દેવગઢ બારિયા કોલેજમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં બારિયા હાયર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રાજમાતા ઉર્વશી દેવી ઉપપ્રમુખ મહારાજા શ્રી તુષાર સિંહ બાબા સાહેબ સેક્રેટરી વિનુભાઈ મહેતા કોલેજના આચાર્ય ડૉ.એમ.એન.ગોહિલ સાહેબ અધ્યાપક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત થી કરવામાં આવી ત્યારબાદ ધ્વજવંદન કર્યા બાદ સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો એ સ્વાતંત્ર્ય પર્વના મહત્વ વિશે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કરી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્ર ભક્તિ અને રાષ્ટ્રીય એકતા ની ભાવના વધુ મજબૂત બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. કોલેજની વિદ્યાર્થીનીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમમાં એન.એસ.એસ. અને એન.સી.સી.ના સ્વયંસેવકો એ વ્યવસ્થામાં ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. સમગ્ર કોલેજ પરિસર દેશભક્તિના માહોલ થી ગુજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં પણ સ્વાતંત્ર્ય પર્વને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App