🔥 TRENDING Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize... Delhi Minister Slaps Bail‑Granted Man... Supreme Court Takes Sui‑Motu Action on...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૨૫ વર્ષથી અવિરત સોમનાથ પગપાળા યાત્રા કરતો રાજુલાનો યુવાન

૨૫ વર્ષથી અવિરત સોમનાથ પગપાળા યાત્રા કરતો રાજુલાનો યુવાન

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Aug 2026, 02:26 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૨૫ વર્ષથી અવિરત સોમનાથ પગપાળા યાત્રા કરતો રાજુલાનો યુવાન

અમરેલી/રાજુલા: ભગવાન ભોળાનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આસ્થાના પ્રતિકરૂપે રાજુલાના યુવાન દીપક ઠેકેદાર છેલ્લા ૨૫ વર્ષથી દર શ્રાવણ માસ દરમિયાન રાજુલાથી સોમનાથ સુધીની ૧૩૫ કિલોમીટરની પગપાળા યાત્રા કરે છે.

દર શ્રાવણ માસના શનિવારે દીપક ઠેકેદાર રાજુલાથી પગપાળા સોમનાથ જવા નીકળે છે અને સોમવારે બપોર સુધીમાં સોમનાથ ધામ ખાતે પહોંચે છે. વર્ષોથી ચાલી આવતી તેમની આ ધાર્મિક યાત્રા પ્રત્યે લોકોમાં પણ ભારે આદર અને શ્રદ્ધા જોવા મળે છે.

આજે દીપક ઠેકેદારની ૧૪૦મી સોમનાથ પગપાળા યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દીપક ઠેકેદારને સોમનાથ યાત્રા માટે ભાવભીની વિદાય આપી હતી.

આ વખતે તેમની સાથે અન્ય ત્રણ યુવાનો પણ સોમનાથની પગપાળા યાત્રામાં જોડાયા છે. ૨૫ વર્ષથી સતત શ્રાવણ માસમાં આસ્થા સાથે કરવામાં આવતી દીપક ઠેકેદારની યાત્રા રાજુલા પંથકમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
📲Get App