🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માળીયા હાટીના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Local

માળીયા હાટીના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Samir Bhalodiya 🗓 15 Aug 2026, 12:47 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી હતી.

આ પાવન અવસરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરવામાં આવ્યું હતું.

આઝાદીના ૮૦ વર્ષ આપણા સૌ માટે ગૌરવની સાથે નવી જવાબદારીઓ અને સંકલ્પનો અવસર છે. દેશની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને આગળ વધીએ તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી (એસ.પી.), અન્ય આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App