🔥 ट्रेंडिंग मुंबई‑आगरा हाईवे पर पथराव से चालक घायल... खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાજપ કર્ણાવતી મહાનગર દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
स्थानीय

ભાજપ કર્ણાવતી મહાનગર દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 15 अग. 2026, 10:16 AM 👁 65
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન વિભાજન સમયે થયેલી હિંસા અને વિસ્થાપનના ભોગ બનેલા કરોડો લોકોની યાદમાં "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" નિમિત્તે ભાજપ કર્ણાવતી મહાનગર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

વર્ષ ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે થયેલી હિંસા તેમજ વિસ્થાપનના ભોગ બનેલા કરોડો લોકોની યાદમાં "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" સમર્પિત છે. આ દિવસના સ્મરણાર્થે ભાજપ કર્ણાવતી મહાનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાજનની દુઃખદ ઘટનાના પીડિત નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માનનીય શ્રી દુષ્યંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેર અધ્યક્ષ માનનીય શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર માનનીય શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ માનનીય શ્રી હસમુખભાઈ પટેલ, તેમજ અનેક ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન, વિભાજનકાળની કરુણ ઘટનાઓ અને તેના પરિણામે થયેલા જાનમાલના નુકસાન તેમજ લાખો લોકોના વિસ્થાપનને યાદ કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ તે સમયના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશના ભાગલાની વેદનાને સ્મરણમાં રાખી ભાવુક વાતાવરણ સર્જાયું હતું.
📲Get App