🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી
Local

અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 15 Aug 2026, 10:12 AM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા દેશના ભાગલાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા.

ભારતના ઇતિહાસનો એક અત્યંત કરુણ અધ્યાય એટલે દેશનું વિભાજન. આ દુ:ખદ ઘટનાની યાદમાં, અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગલાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

વિભાજનના કારણે લાખો પરિવારોના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, પોતાના ઘર-વતન છોડવા પડ્યા અને અસહ્ય યાતનાઓ વેઠવી પડી. આ દુ:ખદ ઘટનાની યાદ તાજી કરાવતા કાર્યક્રમમાં સૌએ તે સમયની કરુણતાને યાદ કરી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ જી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ૧૯૪૭માં બનેલી હૃદયદ્રાવક ઘટના વિશે સૌને માહિતગાર કર્યા અને તેના દુ:ખદ પરિણામો પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App