"ચાંડેરા કોલેજ લોએજ માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો"
આજરોજ તારીખ 14/08/ 2026 ને શુક્રવારે સવારે 9:00 કલાકે ચાંડેરા કોલેજ લોએજ તાલુકો માંગરોળ જીલ્લો જુનાગઢ માં ચાંડેરા કોલેજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાહત દરે ભાઈઓ તથા બહેનોનો થેલેસેમિયા ટેસ્ટનો કેમ્પ યોજાયો જેમાં 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ "નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત"અનુસંધાને બ્રહ્મકુમારીઝ કેન્દ્ર માંગરોળ દ્વારા આયોજિત 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાભ્યાન અને "હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા" અભિયાન કાર્યક્રમ પુરા ભારતભરમાં 9 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી ચાલુ હોય જે અનુસંધાને યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં દેશભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર યાત્રા દરમિયાન ભારતમાતાના જય ઘોષ અને તિરંગાના સન્માન સાથે દેશભક્તિનું અદભુત માહોલ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.હાથમાં તિરંગો અને હૃદયમાં દેશપ્રેમની ભાવના સાથે સૌએ એક સાથે ભારત માતાકી જય અને વંદે માતરમના નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિ મય બનાવી દીધું હતું. યાત્રા ખૂબ જ શિસ્તબધ અને ભવ્ય રીતે આગળ વધી હતી. રસ્તામાં લોકો દ્વારા તિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતી આ યાત્રા ખુબ જ સફળતાપૂર્વક અને આનંદમય વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ ભવ્ય તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જોડાયેલા તમામ દેશભક્તો, વિદ્યાર્થીઓ, યુવાનો, આગેવાનો, સ્વયંસેવકો તથા આયોજકોનો હૃદય પૂર્વક ડો.વેજાભાઈ ચાંડેરા એ આભાર વ્યક્ત કર્યો હતો. સૌના સહયોગ અને ઉત્સાહથી આ તિરંગા યાત્રા એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહી તિરંગો આપણું ગૌરવ છે, ભારત આપણું સ્વાભિમાન છે.આ કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના માનનીય કુલપતિ શ્રી ડો. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને અનુરૂપ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું અને પુરા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જુનાગઢ વિભાગના માનનીય વિભાગ કાર્યવાહ જીતુભાઈ સાલસિયા પણ ઉપસ્થિત રહ્યા તેમની સાથે કેશોદ વિસ્તારના પૂર્વ કાર્યવાહ બાબુભાઈ વાજાએ હાજરી આપી હતી. ઉપરાંત બ્રહ્મ કુમારીઝ માંગરોળ કેન્દ્રના પુષ્પા દીદી ઉપસ્થિત રહ્યા હતા માન્ય જીતુભાઈ સાલસિયા એ અખંડ ભારત અને તિરંગા યાત્રા બાબતે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમજ પુષ્પા દીદી એ વિશ્વ શાંતિનો સંદેશો અને નશામુક્ત ભારત માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ સીમા ક્ષેત્ર આયામ ગુજરાત પ્રદેશના માનનીય પ્રમુખશ્રી ગોવિંદભાઈ ચોચા અને માંગરોળ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ ચાંડેરા અને લોએજ ગામ અને પુરા માંગરોળ તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. તિરંગા યાત્રા લોએજ ચાંડેરા કોલેજ ખાતેથી પ્રસ્થાન કરી અને પુરા ગામમાં પદયાત્રા સ્વરૂપે દેશભક્તિના ડીજેમાં ગીતો સાથે યોજાઇ તેમજ રહીજ ગામે શહીદ વીર વિક્રમસિંહના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી અને તિરંગા યાત્રા સમાપન કરેલ તમામ લોકોને અલ્પાહારની વ્યવસ્થા જુનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર શ્રી અને ચાંડેરા કોલેજના સ્થાપક/ પ્રમુખશ્રી તેમજ પ્રિન્સિપાલ શ્રી ડો. વેજાભાઈ ચાંડેરા એ કરી આપેલ હતી. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાંડેરા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી ભારત માતાકી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત