🔥 ट्रेंडिंग प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... गणेश visarjan पर अपराधी की तस्वीर दिखा... विश्लेषक ने टेलर स्विफ्ट के ‘Cleveland... टेलर स्विफ्ट ने MTवी VMAs 2026 में काल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણીના ભૂગર્ભ જળ રિચાર્જનો સફળ પ્રયોગ:- ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા
टेक्नोलॉजी

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણીના ભૂગર્ભ જળ રિચાર્જનો સફળ પ્રયોગ:- ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા

✍️ रिपोर्टर: Chauhan sanjaybhai 🗓 14 अग. 2026, 04:40 PM 👁 71
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સદુપયોગ થાય તે હેતુથી બનાવવામાં આવેલ રિચાર્જ બોરનું યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ ડિરેક્ટર જીતુભાઈ જીવાણી દ્વારા ચાલુ વરસાદ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે યાર્ડમાં પડતું વરસાદી પાણી યોગ્ય વ્યવસ્થા થકી સીધું જ ભૂગર્ભમાં ઉતરી રહ્યું હોવાનું નિહાળતા આનંદ અને સંતોષની લાગણી થઈ હતી. વરસાદી પાણીનો એક પણ ટીપો વ્યર્થ ન જાય અને તેનો સંગ્રહ કરી ભવિષ્ય માટે ભૂગર્ભ જળસ્તર જાળવી શકાય તે દિશામાં આ પ્રયોગ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યો છે.વર્તમાન સમયમાં ભૂગર્ભ જળસ્તર જાળવવું અને પાણીનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેવી મોટી સંસ્થાઓ તેમજ અન્ય જાહેર સ્થળોએ પણ વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે આવી વ્યવસ્થાઓ કરવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર વધારવામાં તેમજ ભવિષ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય.વરસાદી પાણી બચાવીએ, ભૂગર્ભ જળ વધારીએ અને આવનારી પેઢી માટે જળસુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરીએ.
📲Get App