🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોરબી: હીરાપરમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થતાં મકાન-દુકાનોને નુકસાન, જાનહાનિ ટળી
Local

મોરબી: હીરાપરમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થતાં મકાન-દુકાનોને નુકસાન, જાનહાનિ ટળી

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Aug 2026, 03:40 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોરબી:
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હીરાપર ગામમાં એક મોટી દુર્ઘટના બનતા-બનતા અટકી ગઈ છે. ગામમાં આવેલી વર્ષો જૂની અને જર્જરિત પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર કે એજન્સી દ્વારા ટાંકી જે દિશામાં પાડવાનું આયોજન કરાયું હતું, તેના બદલે ટાંકી અચાનક વિરુદ્ધ દિશામાં ધરાશાયી થઈ ગઈ હતી. ભારે ભરખમ ટાંકી અચાનક નજીક આવેલા રહેણાંક મકાનો અને દુકાનો પર પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં આસપાસના મકાનો અને દુકાનોના બાંધકામને ભારે નુકસાન પહોંચ્યું છે.
ટાંકી ધરાશાયી થવાના અવાજ અને ધૂળની ડમરીઓ વચ્ચે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સમયસૂચકતા અને સાવચેતીના પગલે લોકો દૂર હોવાથી મોટો અનર્થ ટળ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે કામગીરી દરમિયાન ટાંકી અચાનક પલટો મારીને મકાનો પર તૂટી પડે છે. હાલ સ્થાનિકો દ્વારા થયેલા નુકસાનનું વળતર આપવા અને કામગીરીની બેદરકારી અંગે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
📲Get App