🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનાગઢમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
Local

જુનાગઢમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

✍️ Reporter: Samir Bhalodiya 🗓 14 Aug 2026, 01:06 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ મહાનગરમાં આજે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં નાગરિકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા.

જુનાગઢ: સાવજની ધરા જુનાગઢ મહાનગર ખાતે આજરોજ જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

તિરંગા યાત્રામાં જુનાગઢના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, એસ.પી.શ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી.

તિરંગો માત્ર ધ્વજ નથી, પરંતુ ભારતના ગૌરવ, શૌર્ય, એકતા અને અખંડ રાષ્ટ્રપ્રેમનું પ્રતિક છે. તિરંગા યાત્રા થકી દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો તેમજ રાષ્ટ્રહિતમાં સતત કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ભવ્ય યાત્રાથી જુનાગઢ મહાનગરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
📲Get App