🔥 TRENDING Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 13 Aug 2026, 09:52 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

સમગ્ર કાર્યક્રમ ના સુચારૂ આયોજન અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન અપાયું

અમરેલી, તા. ૧૩ ઓગષ્ટ, ૨૦૨૬
અમરેલી ખાતે યોજાનારી રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તા. ૧૪ ઓગસ્ટના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને યોજાનારા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમના આયોજનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ કાર્યક્રમને અનુરૂપ કરવામાં આવેલી વિવિધ તૈયારીઓ અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. મહાનુભાવોનું આગમન, સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, સ્વચ્છતા સહિતની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ રાજ્યકક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તેમજ સમગ્ર કાર્યક્રમ સુચારુ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

તેમણે કાર્યક્રમ સાથે સંકળાયેલી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તથા વ્યવસ્થાઓનું સ્થળ પર સતત નિરીક્ષણ કરી જરૂરી સુધારા કરવા પણ સૂચના આપી હતી. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય, શિસ્તબદ્ધ અને યાદગાર બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની તેમણે પ્રશંસા કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં અમરેલી જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદીપકુમાર, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App