સ્લમ વિસ્તારના બાળકોને રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કીટ વિતરણ

પી.જી.વી.સી.એલ.ના અનુદાનથી શરૂ થયેલી ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’માં અભ્યાસ કરતા બાળકોને સ્પોર્ટ્સ અને શૈક્ષણિક કીટનું વિતરણ
છેવાડાના વિસ્તારના બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસોને રાજ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા
અમરેલી, તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી ખાતે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે મૂકબધિર શાળાના બાળકો તેમજ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’માં અભ્યાસ કરતા બાળકોને સ્પોર્ટ્સ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પી.જી.વી.સી.એલ.ના અનુદાનથી શરૂ કરવામાં આવેલી ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પહેલ અંતર્ગત સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોબાઇલ શાળાના માધ્યમથી જરૂરિયાતમંદ અને વંચિત વિસ્તારના બાળકો સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. આ પ્રસંગે બાળકોને રમતગમત માટે પ્રોત્સાહન મળે તે હેતુસર સ્પોર્ટ્સ કીટ તેમજ અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ બાળકો સાથે સંવાદ કરી તેમને અભ્યાસ અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના વિસ્તારના બાળકોને શિક્ષણ, રમતગમત અને વિકાસની તકો સાથે જોડવા માટે હાથ ધરવામાં આવતી આવી સેવાકીય પહેલ સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
રાજ્યમંત્રીશ્રીએ સ્લમ વિસ્તાર સહિતના છેવાડાના વિસ્તારોમાં રહેતા બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના રોટરી ક્લબના પ્રયાસોને બિરદાવ્યા હતા. શિક્ષણ સાથે રમતગમત અને સર્વાંગી વિકાસની તકો ઉપલબ્ધ કરાવી બાળકોમાં આત્મવિશ્વાસ અને પ્રતિભાનો વિકાસ થાય તે દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ જેવી પહેલના માધ્યમથી શિક્ષણથી વંચિત રહી જતા બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા ઉપરાંત તેમની પ્રતિભાને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમાજના દરેક વર્ગના બાળકોને સમાન તક મળે અને તેઓ શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટેના આવા પ્રયાસો સમાજમાં સમાનતા અને સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.