🔥 TRENDING RGP Launches Statewide Membership Driv... Goa Congress Launches Walkathon to Boo... Nagaland Dear Lottery Results Announce... लहारहवेली में पंचायत चुनाव की पूर्व सं... Ntpc ka virodh pradarshan Nagaland Lottery Winner Claims Rs 1 Cr...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

અમરેલીમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Aug 2026, 09:26 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

૩૦૦ મીટરના વિશાળ તિરંગા સાથે ૧૦ હજારથી વધુ નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી : ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું અમરેલી

પોલીસ જવાનોના દિલધડક બાઇક સ્ટંટે સર્જ્યું આકર્ષણ

અમરેલી, તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ -
રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા અમરેલી શહેરમાં યોજાયેલી આ યાત્રામાં ૧૦ હજારથી વધુ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.

પોલીસ પરેડ મેદાનથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રામાં ૩૦૦ મીટર લાંબો વિશાળ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાથમાં તિરંગા અને હૃદયમાં રાષ્ટ્રભક્તિ સાથે મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા હતા. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર અમરેલી શહેરનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

યાત્રાના માર્ગ અમરેલી નગરપાલિકા, રાજકમલ ચોક, ટાવર રોડ, બજાર, નાગનાથ મંદિર સહિતના વિવિધ સ્થળોએ નાગરિકોએ ઉત્સાહભેર તિરંગાનું અભિવાદન કર્યું હતું. યાત્રામાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમના નારાઓ સાથે અમરેલીની ધરતી પર એકતામાં અનેકતાનું અદભુત દ્રશ્ય સર્જાયું હતું.

આ પ્રસંગે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક બાઇક સ્ટંટે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પોલીસ જવાનોની સાહસિકતા, કૌશલ્ય અને શિસ્તના પ્રદર્શનને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ અમરેલીમાં દેશભક્તિ, રાષ્ટ્ર એકતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો.

આ યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષા બહેન ચોડવડીયા, સાવરકુંડલા - લીલીયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશ ભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલી બહેન માંગરોળિયા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટરશ્રી હર્ષિતા ગોયલ, અગ્રણીશ્રી અતુલ કાનાણી, નગરપાલિકાના સભ્યો, અધિકારીશ્રી, વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
📲Get App