🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું ઈ-લોકાર્પણ
Education

ગાંધીનગરમાં 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું ઈ-લોકાર્પણ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Aug 2026, 09:28 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું, જે 2.75 લાખથી વધુ પુસ્તકોની માહિતી ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરશે.

આજે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું. આ એપ દ્વારા આશરે 2.75 લાખથી વધુ પુસ્તકોની વિગતો ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ બનશે.

દરેક ગામે જ્ઞાનનો આ દીવો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની દિશામાં નવી મશાલ બનશે. ગાંધીનગર લોકસભા વિસ્તારના ગામડાંના વાચકો, વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાનના સંસાધનો સરળતાથી પહોંચાડવા તરફનું આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને નોલેજ બેઝ્ડ ઈકોનોમી તરફ આગળ ધપાવીને શિક્ષણ, નવીનતા અને આધુનિક કૌશલ્યને જ્ઞાનશક્તિનો આધાર બનાવ્યો છે. આ જ દ્રષ્ટિકોણને સાકાર કરવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભાના ગ્રામીણ યુવાનોને પોતાના ઘરઆંગણે જ વાંચન, સંશોધન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે ઉત્કૃષ્ટ વાતાવરણ પૂરું પાડવાનો આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આ ભગીરથ પહેલ માટે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને તમામ સહભાગીઓને ખૂબ ખૂબ અભિનંદન.
📲Get App