🔥 TRENDING India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લામાં ક્રિષ્ના નર્સિંગ કોલેજ ખાતે ફાયર વિભાગ દ્વારા આગથી બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
Defence

અરવલ્લી જિલ્લામાં ક્રિષ્ના નર્સિંગ કોલેજ ખાતે ફાયર વિભાગ દ્વારા આગથી બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 12 Aug 2026, 08:34 PM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લામાં ફાયર વિભાગ દ્વારા આજે તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ક્રિષ્ના નર્સિંગ કોલેજ, શામળાજી રોડ, મોડાસા ખાતે આગથી બચાવ, સુરક્ષા તેમજ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરી અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ફાયર ટીમ દ્વારા વિવિધ પ્રકારના રાહત અને બચાવના સાધનો તથા સંસાધનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિવિધ સાધનોના ઉપયોગ અંગે પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનનો લાભ કોલેજના આચાર્યશ્રી, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ લીધો હતો.

ફાયર ટીમ દ્વારા આગ લાગવાની પરિસ્થિતિમાં રાખવાની સાવચેતી, સલામત રીતે બહાર નીકળવાની પદ્ધતિ તેમજ આપત્તિના સમયે અસરકારક રાહત અને બચાવ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી ડી.પી.ઓ.શ્રી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં આગથી બચાવ, સુરક્ષા તથા આપત્તિ સમયે યોગ્ય રીતે પ્રતિસાદ આપવા અંગે જાગૃતિ કેળવવાનો હતો.
📲Get App