🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુમનામીના અંધારા સામે અમરેલી પોલીસની માસ્ટરસ્ટ્રોક જાસૂસી: શિક્ષક બનીને ઘરમાં ઘૂસ્યા અને ૧૨ વર્ષ જૂની મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ
Crime

ગુમનામીના અંધારા સામે અમરેલી પોલીસની માસ્ટરસ્ટ્રોક જાસૂસી: શિક્ષક બનીને ઘરમાં ઘૂસ્યા અને ૧૨ વર્ષ જૂની મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 Aug 2026, 09:42 AM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુમનામીના અંધારા સામે અમરેલી પોલીસની માસ્ટરસ્ટ્રોક જાસૂસી: શિક્ષક બનીને ઘરમાં ઘૂસ્યા અને ૧૨ વર્ષ જૂની મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ

અમરેલી:
સમય વીતવાની સાથે જૂના કિસ્સાઓ પર ધૂળ જમા થઈ જાય છે, પણ ખાખી વર્ધીની નિષ્ઠા આગળ વર્ષો જૂની ધૂળ પણ ન્યાયને રોકી શકતી નથી. ૧૨ વર્ષ પહેલાં એક ૧૪ વર્ષની સગીરાના અપહરણ બાદ આ કેસ પોલીસ ચોપડે તદ્દન 'બ્લાઇન્ડ' બની ગયો હતો અને આરોપી પોતાની ઓળખ છુપાવીને ગાયબ થઈ ગયો હતો. પરંતુ અમરેલી પોલીસે સાબિત કરી દીધું કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, કાયદાના હાથથી બચી શકતો નથી.ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાની ઝુંબેશ હેઠળ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU) ના PI વી.પી. ગોલ તેમજ તેમની ટીમની મહિલા કોન્સ્ટેબલ પ્રિયાબેન વી. બગડા અને કોન્સ્ટેબલ નીતાબેન એ. કુંડાળીયાની વિશેષ ટીમે આ મિશન સંભાળ્યું. ગ્રાઉન્ડ પર કોઈ કડી ન હોવાથી PI વી.પી. ગોલ, કોન્સ્ટેબલ પ્રિયાબેન અને નીતાબેને રાત-દિવસ એક કરીને ૧૮૦૦ થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પૃથ્થકરણ કર્યું. આ લાંબી ડિજિટલ તપાસના અંતે મોરબીના હળવદ તાલુકાના ભલગામડા ગામ તરફ એક મહત્વની શંકાસ્પદ કડી મળી.ગામમાં પહોંચીને ચોક્કસ ખાતરી કરવા માટે AHTU ટીમે પોતાની ઓળખ છુપાવી 'વસ્તી ગણતરી કરનાર શિક્ષક સ્ટાફ'નો સ્વાંગ રચ્યો. હાથમાં કાગળ-પેન લઈને શિક્ષક બનીને ઘરમાં પ્રવેશેલી ટીમે વાતો જ વાતોમાં ભોગ બનનાર યુવતીની ૧૦૦% સાચી ઓળખ મેળવી લીધી. ખાતરી થતાં જ પોલીસે આરોપી સંજય રાજુભાઈ દેત્રોજા (ઉંમર વર્ષ ૩૩, રહે. ભલગામડા, હળવદ) ની ધડપકડ કરી ભોગ બનનારને મુક્ત કરાવી. ૧૨ વર્ષ જૂનો જટિલ કેસ ઉકેલવા બદલ SP સંજય ખરાત અને DYSP ચિરાગ દેસાઈના સુપરવિઝનમાં PI વી.પી. ગોલ, કોન્સ્ટેબલ પ્રિયાબેન બગડા અને નીતાબેન કુંડાળીયાની આ ટીમની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
📲Get App