🔥 TRENDING Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગોદરા ગામમાં શિવમ્ વિદ્યાલય દ્વારા તિરંગા રેલીનું આયોજન
Local

બગોદરા ગામમાં શિવમ્ વિદ્યાલય દ્વારા તિરંગા રેલીનું આયોજન

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 11 Aug 2026, 10:12 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ બગોદરા ગામમાં શિવમ્ વિદ્યાલય દ્વારા તિરંગા સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે સ્વતંત્ર દિનની ઉજવણી માટે હતી.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામમાં આજે, 11 ઓગષ્ટે, શિવમ્ વિદ્યાલય દ્વારા તિરંગા સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મુખ્ય હેતુ 15 ઓગષ્ટે સ્વતંત્ર દિનની ઉજવણી કરવાનો અને દરેક ઘરમાં તિરંગો લહેરાવવાનો હતો.

રેલીમાં શિવમ્ વિદ્યાલયના ટ્રસ્ટી અને સંચાલક શ્રી જગદીશ ભાઈ ડાભી, શિવમ્ વિદ્યાલયના તમામ શિક્ષકો અને સ્ટાફ, તેમજ આશરે 800 વિધાર્થીઓએ ભાગ લીધો. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા, જિલ્લા સદસ્ય દક્ષા બેન, બગોદરા પોલીસ સ્ટેશનના પી.આઇ. ગોહેલ અને બગોદરા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ, તેમજ ગામના અનેક આગેવાનો પણ હાજર રહ્યા.

રેલી શિવમ્ વિદ્યાલયથી શરૂ થઈને બગોદરા ગામમાં પસાર થઈ અને બગોદરા પોલીસ સ્ટેશન પર પૂર્ણ થઈ. રેલી દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો, જે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેની તૈયારી દર્શાવે છે.
📲Get App