🔥 TRENDING அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડનગરમાં 'હેરિટેજ ઑટો' પ્રોજેક્ટ શરૂ, પ્રવાસનને મળશે નવી ઓળખ
Local

વડનગરમાં 'હેરિટેજ ઑટો' પ્રોજેક્ટ શરૂ, પ્રવાસનને મળશે નવી ઓળખ

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 11 Aug 2026, 05:50 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GSFC અને રાજ્ય સરકારના સહયોગથી વડનગરમાં 'હેરિટેજ ઑટો' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરશે.

વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC)નો સહયોગ મળ્યો છે. GSFC દ્વારા તેના CSR ફંડ અંતર્ગત 'વડનગર હેરિટેજ ઑટો' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં શહેરની જૂની ઑટો રિક્ષાઓને નવા આકર્ષક રૂપમાં ફેરવવામાં આવી રહ્યું છે. રાજ્યના પ્રવાસન અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૨૧ રિક્ષાઓનું સફળતાપૂર્વક મોડિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રવાસીઓને વડનગરની 'યુનિક આઇડેન્ટિટી' રજૂ કરવી અને સ્થાનિક રિક્ષાચાલકોની રોજીરોટી વધારવી છે. વડનગરમાં ૩૦૦થી વધુ રિક્ષાઓ નોંધાયેલી છે, અને વધુમાં વધુ ચાલકોને આ યોજનામાં જોડવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક રિક્ષાચાલકો માટે નોંધણી પ્રક્રિયા ચાલુ છે. જે રિક્ષાચાલકો પોતાની રિક્ષાને વડનગરના ઐતિહાસિક વારસાને અનુરૂપ નવો લુક આપવા માંગે છે, તેઓ વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFCના પ્રતિનિધિઓનો સંપર્ક કરી શકે છે. સરકાર અને રાજ્યના જાહેર સાહસના આ પ્રયાસો વડનગરમાં આવતા સહેલાણીઓને અનન્ય સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડશે અને સ્થાનિક સ્તરે રોજગારીના નવા અવસરો ઊભા કરશે.
📲Get App