🔥 TRENDING আমতায় মুন্ডেশ্বরী নদীর জলস্তর সামান্য... सरिया में भारी बारिश से निर्माणाधीन ओव... सूरापुर में विजय कुमार अग्रहरि ( बी के... शाहजहानाबाद में भारी बारिश से नदी उफान... ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં... 25 કરોડ બાળકોના સપનાનું ભારત અંતર્ગતતા...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં દારૂની હેરાફેરીનો કિસ્સો: ગીઝરમાં છુપાવેલો દારૂ ઝડપાયો
Crime

અમદાવાદમાં દારૂની હેરાફેરીનો કિસ્સો: ગીઝરમાં છુપાવેલો દારૂ ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Aug 2026, 01:06 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન દારૂની હેરાફેરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી.

અમદાવાદમાં સોલા પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ચેકિંગ દરમિયાન એક કારને રોકી હતી, જેમાં ગીઝર અને ઇન્વર્ટર રાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતાં ગીઝર અને ઇન્વર્ટર ખોલીને તપાસ કરવામાં આવી, તો અંદરથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો મળી આવી.

આરોપી મોહમ્મદ નાવેદ અંસારીની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે કુલ 81 દારૂની બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગીઝરની આડમાં દારૂ છુપાવી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App