🔥 TRENDING Heritage Walks and Storytelling Boost... Woman Murdered and Buried in Ground in... பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રીજી વિદ્યાલય દ્વારા દેશના જવાનો માટે રક્ષાનો સંકલ્પ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 11 Aug 2026, 11:56 AM 👁 174
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રક્ષા એટલે માત્ર એક દોરો નહીં, પરંતુ પ્રેમ, લાગણી અને રક્ષણનો પવિત્ર સંકલ્પ.
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે આપણે ભાઈ-બહેન, પરિવારજનો અને સ્નેહીજનોને રાખડી બાંધી તેમની રક્ષા અને સુખાકારીની પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આપણી સંસ્કૃતિમાં જેના માટે હૃદયમાં રક્ષાનો શુભ સંકલ્પ હોય, તેને પણ રક્ષાનું પવિત્ર સૂત્ર બાંધી શકાય છે.
આપણા લોકગીતમાં પણ કહેવાયું છે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી.
તો પછી જે વીર જવાનો આપણા દેશની અને આપણી મા ભોમની રક્ષા માટે દિવસ-રાત સરહદ પર અડીખમ ઊભા છે, તેમના માટે રક્ષાનો સંકલ્પ કેમ ન કરીએ?
આ જ ભાવનાને હૃદયમાં રાખીને અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે આવેલ શ્રીજી વિદ્યાલય દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે.
શ્રીજી વિદ્યાલયના ટ્રસ્ટીગણ અજીતભાઈ, મહેશભાઈ અને દોલતસિંહજીના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અથાગ મહેનત કરીને દેશની સેનાના વીર જવાનો માટે રાખડીઓ તૈયાર કરી છે.
આ રાખડી માત્ર દોરો નથી. તેમાં વિદ્યાર્થીઓનો પ્રેમ, શિક્ષકોની લાગણી અને દેશના જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા જોડાયેલી છે.
આપણા જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરે છે, જેથી આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત જીવન જીવી શકીએ અને તહેવારો ઉજવી શકીએ.
આજે શ્રીજી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આ વીર જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવી રહી છે, સાથે એક જ પ્રાર્થના છે કે દેશની રક્ષા કરનારા આપણા તમામ જવાનો હંમેશા સુરક્ષિત રહે.
આ સુંદર અને દેશભક્તિથી ભરપૂર કાર્ય માટે શ્રીજી વિદ્યાલયના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન.
ચાલો, આ રક્ષાબંધનના પવિત્ર પર્વે આપણે પણ દેશના વીર જવાનો માટે રક્ષાનો શુભ સંકલ્પ કરીએ.
ભારત માતાના તમામ વીર સપૂતોને શત શત નમન.
જય હિંદ. વંદે માતરમ. ભારત માતા કી જય.
📲Get App