🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી નગરપાલિકા દ્વારા જાહેર સલામતી અને ટ્રાફિક સુવિધા અર્થે ૭૬ જેટલા રખડતા ઢોર પકડી પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા

અમરેલી નગરપાલિકા દ્વારા જાહેર સલામતી અને ટ્રાફિક સુવિધા અર્થે ૭૬ જેટલા રખડતા ઢોર પકડી પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 11 Aug 2026, 08:45 AM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી નગરપાલિકા દ્વારા જાહેર સલામતી અને ટ્રાફિક સુવિધા અર્થે ૭૬ જેટલા રખડતા ઢોર પકડી પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા

અમરેલી, તા. ૧૦ ઓગસ્ટ,૨૦૨૬
આગામી તા. ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી ખાતે રાજ્યકક્ષાના ભવ્ય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા, સુંદરતા અને જાહેર માર્ગો પર સલામતી જળવાઈ રહે તે માટે વિવિધ પૂર્વ તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

આ આયોજનના અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તથા નિયત કરાયેલા સત્તાવાર કાર્યક્રમના રૂટ પર રખડતા ઢોરને પકડવા માટે એક સઘન અને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમે અત્યાર સુધીમાં આશરે ૭૬ જેટલા રખડતા ઢોર પકડી પાડી સુરક્ષિત રીતે સ્થાનિક પાંજરાપોળ ખાતે જમા કરાવી દીધા છે. રાજ્યકક્ષાના આ ગરિમામય કાર્યક્રમ દરમિયાન શહેરમાં પધારતા મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક નાગરિકો તેમજ અન્ય મુલાકાતીઓને અવરજવરમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સમગ્ર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા તેમજ જાહેર સલામતી સુદ્રઢ રીતે જળવાઈ રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

અંતમાં, અમરેલી નગરપાલિકા તંત્ર દ્વારા સમગ્ર શહેરને સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને રખડતા ઢોરમુક્ત બનાવવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહકાર આપવા માટે તમામ નગરજનોને હાર્દિક અપીલ કરવામાં આવી છે.
📲Get App