🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સઘન સફાઈ ઝુંબેશ

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સઘન સફાઈ ઝુંબેશ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 11 Aug 2026, 08:16 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સઘન સફાઈ ઝુંબેશ

અમરેલી તા. ૧૦ ઓગસ્ટ,૨૦૨૬
આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી ખાતે યોજાનારા ૮૦મા રાજ્યકક્ષાના ભવ્ય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષીને અમરેલી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના આશય સાથે વિવિધ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ વિશેષ સરકારી ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાની સફાઈ ટીમો દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ચિતલ રોડ, લાઠી રોડ, જિલ્લા પંચાયત રોડ, સાવરકુંડલા રોડ અને ચક્કરગઢ રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો તથા તેના આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તાઓની આજુબાજુ તથા જાહેર સ્થળો પર એકત્રિત થયેલો પ્લાસ્ટિક કચરો, સી.એન્ડ ડી. વેસ્ટ (કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ), નકામા ઝાડી-ઝાંખરા અને માર્ગો પર જામી ગયેલી રેતી-માટી સહિતના તમામ કચરાને વૈજ્ઞાનિક ઢબે એકત્ર કરવામાં આવ્યો હતો, જેનું નગરપાલિકાના વાહનો દ્વારા પરિવહન કરીને સત્તાવાર ડમ્પ સાઇટ ખાતે સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે.

નગરપાલિકા તંત્ર દ્વારા તમામ મુખ્ય માર્ગો, ચોક અને સત્તાવાર કાર્યક્રમના રૂટ પર સફાઈ વ્યવસ્થાને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. ક્રાંતિવીરોના વિચારોને કેન્દ્રમાં રાખીને થઈ રહેલા આ આયોજનને આખરી ઓપ આપવા નગરપાલિકાના તમામ લાઈન સ્ટાફ રાત-દિવસ કાર્યરત છે.

વધુમાં, આ રાષ્ટ્રીય મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સમગ્ર અમરેલી શહેરને કચરામુક્ત, ગંદકીમુક્ત અને નયનરમ્ય રાખવાના સરકારી ભગીરથ પ્રયાસમાં સહભાગી થવા અને અવિરત સહકાર આપવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરજનોને અનુરોધ છે.
📲Get App