🔥 TRENDING Heritage Walks and Storytelling Boost... Woman Murdered and Buried in Ground in... பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી સુધીમાં નવી સિવિલ હોસ્પિટલનું કામ પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 10 Aug 2026, 09:04 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે રાજપીપળાની જીએમઈઆરએસ એટેચ જનરલ હોસ્પિટલ અને જીતનગર ખાતે નિર્માણાધિન નવી સિવિલ હોસ્પિટલ-મેડિકલ કોલેજ કેમ્પસની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટરે જનરલ હોસ્પિટલના વિવિધ વોર્ડ અને વિભાગોમાં દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને સ્વચ્છતાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. દર્દીઓને જરૂરી દવાઓ સમયસર મળી રહે અને સારવાર દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ જીતનગર ખાતે નિર્માણાધિન નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસના બાંધકામની પ્રગતિનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાંધકામ એજન્સીના પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી દિવાળી સુધીમાં નવી સિવિલ હોસ્પિટલનું કામ પૂર્ણ કરી અત્યાધુનિક સારવાર સુવિધાઓ શરૂ કરવા કલેક્ટરે તાકીદ કરી છે. સાથે જ બાંધકામની ગુણવત્તા જાળવવા, જરૂરી સુવિધાઓ ઝડપથી વિકસાવવા અને કેમ્પસમાં વૃક્ષારોપણ તથા પર્યાવરણને અનુરૂપ વિકાસને પ્રાધાન્ય આપવા સૂચના આપવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કાર્યરત થતાં નર્મદા જિલ્લાના નાગરિકોને જિલ્લામાં જ વધુ સારી અને આધુનિક આરોગ્યસુવિધાઓ ઉપલબ્ધ થશે. જેના કારણે સારવાર માટે અન્ય મોટા શહેરો પરની નિર્ભરતા પણ ઘટશે
📲Get App