देश
મહીસાગર જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર ના અધ્યક્ષ સ્થાને આગામી સ્વતંત્રતા દિન સંદર્ભે હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઇ હતી જેમાં નક્કી થયા મુજબ આગામી તારીખ 13 મી ઓગસ્ટ ના રોજ કલેક્ટર કચેરી જિલ્લા સેવાસદનથી આઝાદ મેદાન સુધી ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે તેમજ તારીખ 14 મી ઓગસ્ટના રોજ પીએન પંડ્યા આર્ટસ કોલેજ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન ની ઉજવણી કરવામાં આવશે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આજની બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા