🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી

અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 10 Aug 2026, 07:13 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી

૧૪ અને ૧૫મી ઓગસ્ટે એટ હોમ, મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે

૧૩ ઓગસ્ટે ૩૦૦ મીટરના લાંબા વિશાળ તિરંગા સાથે "તિરંગા યાત્રા" યોજાશે : રાત્રે રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા, વિવેક સાંચળાનો રંગ કસુબલ ડાયરો જામશે

૧૩-૧૬ ઓગસ્ટ સુધી અમરેલીવાસીઓ નિહાળી શકશે ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન

૧૫મી ઓગસ્ટના રોજ આશરે રૂ. ૪૦૩.૨૧ કરોડના ખર્ચે ૬૬ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે

અમરેલીના આંગળે દિવાળી જેવી રોશનીથી શહેરના મુખ્ય માર્ગો અને ઈમારતોનો થશે શણગાર

૧૪ ઓગસ્ટે "વિભાજન વિભિષીકા દિવસ" અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નાગરિકોને હરખભેર જોડાવા માટે આમંત્રણ આપતા જિલ્લા કલેક્ટરશ્રી



અમરેલી, તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬
ચાલુ વર્ષે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાનાર છે. આ ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવાસદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.જે.પ્રજાપતિ તથા સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.

રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત તા. ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૪:૩૦ કલાકે કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નવી નૂતન શાળા) ગ્રાઉન્ડ ખાતે ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાશે. માનનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહિત ૫૦૦થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તે જ દિવસે સાંજે ૬:૩૦ કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન, કોફી ટેબલ બુક તથા જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન અને વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ ૬૦ મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

તા. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૮:૫૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. મુખ્યમંત્રીશ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની સલામી, મુખ્યમંત્રીશ્રીનું ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસના મોટરસાઇકલ સ્ટંટ શો, ડોગ શો અને અશ્વ શો મુખ્ય આકર્ષણ રહેશે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રણ વૈકલ્પિક સમયપત્રક તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શસ્ત્ર પ્રદર્શન સમર્થ વ્યાયામ મંદિર, અખાડા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ૧૫મી ઓગસ્ટના રોજ જિલ્લામાં કુલ ૬૬ વિકાસ કામોનું લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત, કુલ રૂ. ૪૦૩.૨૧ કરોડના ખર્ચે કરવામાં આવશે.

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત સફાઈ અભિયાન, વિવિધ સ્પર્ધાઓ, રેલી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તા. ૧૩ ઓગસ્ટે સવારે ૧૦:૩૦ કલાકે ૩૦૦ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાશે, જ્યારે રાત્રે ૮:૩૦ કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ‘રંગ કસુંબલ ડાયરો’ યોજાશે. તા. ૧૪ ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા દિવસ’ની ઉજવણી તથા બાઈક રેલી, સાયકલ રેલી, પ્રભાત ફેરી, હેરિટેજ વોક અને વોકાથોન જેવા કાર્યક્રમો પણ યોજાશે.

શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ, રોશની, સુશોભન, પાર્કિંગ, આરોગ્ય, પીવાનું પાણી અને મોબાઈલ ટોઈલેટ સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સંલગ્ન વિભાગોના સંકલિત પ્રયાસોથી રાજ્યકક્ષાની આ ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App