🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ સિંહ દિવસ પર ’આપ’ નેતા પ્રવીણ રામે કહ્યું "સિંહોના સંરક્ષણના સાચા હકદાર ગીરના માલધારીઓ અને ખેડૂતો છે"

વિશ્વ સિંહ દિવસ પર ’આપ’ નેતા પ્રવીણ રામે કહ્યું "સિંહોના સંરક્ષણના સાચા હકદાર ગીરના માલધારીઓ અને ખેડૂતો છે"

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 10 Aug 2026, 05:14 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વ સિંહ દિવસ પર ’આપ’ નેતા પ્રવીણ રામે કહ્યું "સિંહોના સંરક્ષણના સાચા હકદાર ગીરના માલધારીઓ અને ખેડૂતો છે"

શહેરમાં બેસીને સિંહપ્રેમ દર્શાવવા કરતા ગીરના ગામડાંની વાસ્તવિકતા સમજવી જરૂરી : પ્રવીણ રામ AAP

સિંહના બદલાયેલા સ્વભાવ માટે ગીરના સ્થાનિકો પર દોષારોપણ કરવું તદ્દન અયોગ્ય : પ્રવીણ રામ AAP

જંગલમાં યોગ્ય જાળવણીના અભાવે સિંહો ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ વળ્યા : પ્રવીણ રામ AAP

સરકારે કડક પગલાંના નામે ગીરના સ્થાનિકોની રોજીરોટી છીનવવાનું બંધ કરવું જોઈએ : પ્રવીણ રામ AAP

માલધારીઓ અને ખેડૂતોના સમર્પણના કારણે જ આજે સિંહોની વસ્તી ૮૦૦થી વધુ થઈ : પ્રવીણ રામ AAP

વિશ્વ સિંહ દિવસે સરકાર સ્થાનિકો સાથે બેસી સમસ્યા સમજે અને યોગ્ય નીતિ બનાવે : પ્રવીણ રામ AAP



આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ’આપ’ ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સિંહ સંરક્ષણ અને ગીરના સ્થાનિકોના પ્રશ્નો અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, વિશ્વ સિંહ દિવસની સાચી શુભકામનાના હકદાર ગીરના માલધારીઓ અને આસપાસના ખેડૂતો છે, જેમના સહયોગથી જ સિંહોની વસ્તી વધીને આજે ૮૦૦થી વધુ થઈ છે. સરકારી કર્મચારીઓ ફરજના પૈસા લે છે, પરંતુ આ સ્થાનિકો કોઈપણ આર્થિક વળતર વિના પોતાના કિંમતી પશુઓના ભોગ અને નુકસાન વેઠીને પણ સિંહોનું જતન કરે છે. શહેરમાં બેસીને સિંહપ્રેમ દર્શાવવો સરળ છે, પણ ખરી પરિસ્થિતિ સમજવા ગીરના ગામડાંમાં પરિસ્થિતિઓ વચ્ચે રહેવું પડે. તાજેતરમાં સિંહ દ્વારા માણસનો શિકાર કરવાની બનેલી ઘટનાઓ દુઃખદ છે; પરંતુ વાસ્તવિકતા તપાસ્યા વગર ગીરના ખેડૂતો કે માલધારીઓ પર સિંહને હેરાન કરવાનો આક્ષેપ મૂકવો તદ્દન ખોટો અને અયોગ્ય છે.

’આપ’ નેતા પ્રવીણ રામે ઉમેર્યું કે, સિંહ ક્યારેય સહજ રીતે માણસનો શિકાર કરતો નથી; જો સિંહના સ્વભાવમાં આવો ફેરફાર આવ્યો હોય, તો સરકારે અને સિંહપ્રેમીઓએ તેના સાચા કારણોનો અભ્યાસ કરવો જોઈએ. જંગલમાં યોગ્ય કટિંગ અને જાળવણીના અભાવે ઘાટી ઝાડીઓ વધી જતાં સિંહોને પ્રાકૃતિક શિકાર મેળવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. સરકારે સાચાં કારણો શોધવાના બદલે ગીરનાર ચડવા પર રજિસ્ટ્રેશન કે સ્થાનિક રોજીરોટી આપતા બિનકાયદેસર રિસોર્ટ બંધ કરવા જેવા પગલાં લીધા છે. હું બિનકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન નથી આપતો, પરંતુ સરકારે તેને નિયમિત કરીને સ્થાનિકોની રોજગારી બચાવવી જોઈએ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મારી સરકારને અપીલ છે કે જેમણે સિંહને સાચવ્યા છે તેવા ખેડૂતો અને માલધારીઓની રોજીરોટી પર લાત ન મારો, સ્થાનિકો સાથે બેસીને સમસ્યા સમજો અને સિંહ સંરક્ષણ માટે યોગ્ય નીતિ બનાવો.
📲Get App