🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ સિંહ દિવસ: ગીરના સાવજને સલામ!
Viral & Trending

વિશ્વ સિંહ દિવસ: ગીરના સાવજને સલામ!

✍️ Reporter: Samir Bhalodiya 🗓 10 Aug 2026, 07:26 AM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

10 ઓગસ્ટે વિશ્વભરમાં વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે, જે સિંહોના સંરક્ષણ અને જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.

દર વર્ષે 10 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી આવાસના રક્ષણ અને સિંહોની વસ્તી તથા તેમના અસ્તિત્વ સામેના પડકારો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

એશિયાટિક સિંહો માટે ગુજરાતનું ગીર વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. ગીર અને આસપાસનો વિસ્તાર એશિયાટિક સિંહોના સંરક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ગુજરાતના ગૌરવ સમાન ગીરના સાવજ માત્ર વન્યજીવનની ઓળખ નથી, પરંતુ સૌરાષ્ટ્રની ધરતીની શાન અને કુદરતી વારસાનું પ્રતિક છે.

સિંહનું રક્ષણ એટલે માત્ર એક પ્રાણીનું રક્ષણ નહીં, પરંતુ આપણી જૈવવિવિધતા, જંગલો અને સમગ્ર પર્યાવરણનું રક્ષણ. આ વિશ્વ સિંહ દિવસે સંકલ્પ કરીએ કે “ગીરનો સાવજ સુરક્ષિત રહે, તેનું કુદરતી ઘર સુરક્ષિત રહે અને આવતી પેઢીઓ પણ સાવજની ગર્જના સાંભળી શકે.”
📲Get App