🔥 TRENDING Heritage Walks and Storytelling Boost... Woman Murdered and Buried in Ground in... பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

કેશોદના અજાબ ગામે મહંત ભીમદાસબાપુનું દુઃખદ નિધન

✍️ Reporter: Samir Bhalodiya 🗓 09 Aug 2026, 07:24 PM 👁 111
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરધામ આશ્રમના મહંત ભીમદાસબાપુનું નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના અંતિમ વિધિમાં વિશાળ ભક્ત સમુદાય અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા.

કેશોદ તાલુકાના અજાબ ગામે આવેલા અમરધામ આશ્રમના મહંત પૂજ્ય ભીમદાસબાપુનું દુઃખદ નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. ભીમદાસબાપુ વર્ષોથી આશ્રમમાં ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક ભાવના જગાવવાનું કાર્ય કરતા હતા.

અમરધામ આશ્રમ ખાતે ભજન, ભોજન, કીર્તન, યજ્ઞ, સેવા, પૂજા-અર્ચના, અન્નક્ષેત્ર અને ગૌશાળા સહિતની વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ભીમદાસબાપુનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેમના નિધનથી આશ્રમ પરિવાર તેમજ મોટી સંખ્યામાં ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી.

ભીમદાસબાપુની અંતિમ પાલખી યાત્રા દરમિયાન અજાબ ગામના વેપારીઓ, ગ્રામજનો અને વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું.

આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો તથા પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી ભીમદાસબાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધાર્મિક વિધિ-વિધાન સાથે તેમને સમાધિ આપવામાં આવી હતી.

ભીમદાસબાપુના નિધનથી અજાબ ગામ સહિત કેશોદ પંથકમાં ધાર્મિક ક્ષેત્રે એક મોટી ખોટ પડી હોવાનું ભક્તોએ જણાવ્યું હતું. ભક્તોએ તેમની સેવાભાવના, ધાર્મિક કાર્ય અને આશ્રમ દ્વારા કરવામાં આવેલી સેવાઓને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
📲Get App