🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કલાદરા ગામમાં અંડરપાસની માંગ સાથે ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન
Local

કલાદરા ગામમાં અંડરપાસની માંગ સાથે ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન

✍️ Reporter: Shahid Mansuri 🗓 09 Aug 2026, 02:50 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાના કલાદરા ગામે અંડરપાસની તાત્કાલિક માંગને લઈને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. યોગ્ય કાર્યવાહી ન થતાં ચીમકી ઉચ્ચારાઈ.

ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાના કલાદરા ગામ ખાતે ગ્રામજનો દ્વારા અંડરપાસની માંગને લઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. અગાઉ પણ આ મુદ્દે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો.

ગ્રામજનોની મુખ્ય માંગ છે કે ગામમાં અંડરપાસની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં અંડરપાસના નિર્માણની દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને તેને ચાલુ રાખવામાં આવશે.
📲Get App