🔥 TRENDING Gautam Mishra se milne aaye bsp ke net... મહેસાણા LCB દ્વારા પ્રોહીબીશન ગુનામાં... मुख्यमंत्री आवास घेराव के दौरान छात्रो... ‘First Christmas’ Film to Start Shooti... ‘Oka Court Case’ Spotlight on Contempo... Meghalaya aims for $16 billion economy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સૂત્રાપાડાના ધામળેજ ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: તિરંગાને અપાઈ સલામી
Local

સૂત્રાપાડાના ધામળેજ ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: તિરંગાને અપાઈ સલામી

✍️ Reporter: Praful Kamaliya 🗓 15 Aug 2026, 11:16 AM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૂત્રાપાડાના ધામળેજ ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: તિરંગાને અપાઈ સલામી

સૂત્રાપાડાના ધામળેજ ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: તિરંગાને અપાઈ સલામી
​ધામળેજ (સૂત્રાપાડા):
સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે ૮૦મા સ્વતંત્રતા દિવસની ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દેશભક્તિભર્યા કાર્યક્રમમાં ગામના વડિલો, અગ્રણીઓ, શિક્ષકગણ તેમજ શાળાના ભૂલકાંઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
​કાર્યક્રમ દરમિયાન સંગઠિત થઈને તમામ ગ્રામજનો અને બાળકોએ એકસાથે રાષ્ટ્રધ્વજને નમન કરી તિરંગાને ભવ્ય સલામી આપી હતી. સમગ્ર વાતાવરણ "ભારત માતા કી જય" અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
કાર્યક્રમમાં આસર્યા સાહેબ દ્વારા વાલીઓ અને બાળકોને આરોગ્ય તેમજ શિક્ષણ અંગેનું મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, બાળકો બહારની કે દુકાનની અસ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ન ખાય તેનું વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોના ખાનપાન પર પૂરી દેખરેખ રાખવી જોઈએ. આ ઉપરાંત તેમણે શાળામાં બાળકોની નિયમિત હાજરી પર ભાર મૂક્યો હતો અને ગેરહાજરી અટકાવી શિક્ષણ પર પૂરતું ધ્યાન આપવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
ગામના વડિલો અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન તેમજ બાળકોના ઉત્સાહ સાથે ધામળેજ ગામે આઝાદીની ઉજવણી ખૂબ જ યાદગાર બની રહી હતી.
📲Get App