🔥 TRENDING NDRF Rescues Girl from 80‑ft Borewell... LPU Postpones Mid‑Term Exams, Suspends... Netanyahu Visits Abu Dhabi, Meets UAE... 23-Year-Old Missing After Saving Three... CCB raids four locations in Kallakuric... Opposition Calls for Impeachment of El...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બોરીદ્રા પ્રાથમિક શાળામાં આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 08 Aug 2026, 02:28 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની અનોખી અને રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકકળાના વિવિધ રંગો ખીલી ઊઠતાં સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતાના રંગે રંગાયું હતું.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. બાળકોના આગવા પહેરવેશથી સૌનું ધ્યાન આકર્ષાયું હતું અને શાળા પરિસરમાં જાણે આદિવાસી લોકજીવનની જીવંત ઝલક જોવા મળી હતી.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલું આદિવાસી લોકનૃત્ય રહ્યું હતું. પરંપરાગત તાલ અને સંગીતના સથવારે બાળકોએ ઉત્સાહભેર લોકનૃત્ય રજૂ કરી પોતાની સંસ્કૃતિની આગવી ઓળખને ઉજાગર કરી હતી. બાળકોની મનમોહક રજૂઆતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજની આગવી જીવનશૈલી, લોકપરંપરા, કલા અને સાંસ્કૃતિક વારસાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જળ, જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજનો વર્ષોથી રહેલો અતૂટ નાતો તથા પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે પોતાની સંસ્કૃતિ અને મૂળિયાં સાથે જોડાયેલા રહીને શિક્ષણના ક્ષેત્રે આગળ વધવું આજના સમયની મહત્વની જરૂરિયાત છે. બાળકોમાં પોતાની પરંપરા પ્રત્યે ગૌરવ અને સાંસ્કૃતિક વારસાને સાચવી રાખવાની ભાવના વિકસે તેવા હેતુથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની વેશભૂષા, લોકનૃત્ય અને ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. બોરીદ્રા પ્રાથમિક શાળાની આ ઉજવણી દ્વારા સંસ્કૃતિનું જતન, પરંપરાનું ગૌરવ અને શિક્ષણ સાથે પ્રગતિ’નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App